✒સાચો સંબંધ એક પુસ્તક જેવો હોય છે,પુસ્તક ગમે તેટલું જુનું થઇ જાય તે ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું સાહેબ !!
✒ કર્યું છે કાંઈક અલગ પાપ બધાએ સાથે મળીને, ગંગાજળને બદલે મદિરાથી હાથ ધોવા પડે છે.
✒સમય આજે.., "ટાઈમ પાસ" કરી રહ્યો છે આપણી સાથે...!!
✒જો લોકો ની માનવતા આટલી ડાઉન ન થઈ હોત તો.., આજ આખી દુનિયા લૉકડાઉન ન થતી..
✒સળિયા નથી છતાંય વિશ્વ આખુંય જેલ છે.,સાહેબ....,
જેલરના ઠેકાણા નથી છતાં ઇન્સાન જાતે કેદ છે.!
✒સબંધ સબંધ માં ફેર હોય છે.કયાંક લાગણી માં જરૂરીયાત હોય છે,તો કયાંક જરૂરીયાત મુજબ લાગણી હોય છે.
✒આંખેા માં રહેલી લાગણીની ભીનાશ વાંચી શકે તેને
"અભણ" ન કહેવાય સાહેબ ....એને પોતાના કહેવાય..👏🏻
✒બહુ ખાસ હોય છે એ લોકો,જેની પાસે સમય ના હોવા છતાં
થોડોક સમય આપણને આપે છે !!
✒માહોલ જ એવો થઈ ગયો છે સાહેબ. !! ના કોઈને કાયદો પસંદ છે..ના કોઈ વાયદો પસંદ છે..બસ બધાને પોત પોતાનો ફાયદો પસંદ છે. !!
✒સુંદર સવાલ....કિસ્મત પહેલે થી લખાઈ ગયેલી હોય તો દુઆ કરવાથી શું મળશે...??
સુંદર જવાબ...
શું ખબર કિસ્મત માં એમ લખ્યું હોય કે જે મળશે તે દુઆ થી જ મળશે..!!
✒માણસ પણ એક અલગ મસ્તી નો માલિક છે
જે મરેલા માટે રોવે છે અને જીવતા ને રોવડાવે છે સાહેબ
✒ બાળપણ મા બધા,એકબીજા થી સંતાઈને રમતાં,
હવે બધા,એકબીજા સાથે રમીને સંતાઈ જાય છે...✍🏻
✒એ રસ્તાઓ કયારેય ખોટા ના હોઈ શકે જ્યારે એક દીકરો એના પિતાના પદચિહ્ન પર ચાલે...
✒ રાત જેટલી કાળી હોય છે, તારા તેટલાં જ વધારે ચમકે છે... તેવીજ રીતે જેટલી તકલીફો વધારે હોય છે, સફળતા તેટલી જ વધારે ચમકે છે...
✒નાનપણ માં અક્ષર સુધારવા માસ્તરે મારી મારી ને ગાલ લાલ કરી નાંખીયો.ને આખી જીંદગી હવે કી-બોર્ડ વાપરવાનું...
✒આજનું કામ આજે જ પતાવવાથી તમે એ લોકોથી આગળ નીકળી જશો જે લોકો કાલના ભરોસે બેઠા છે...
✒ દરેક માણસ...હોશિયાર જ હોય છે બસ,વિષય અલગ અલગ હોય છે.
✒જીવનમાં સ્વાર્થ પુરો થઇ ગયા પછી...અને
શરીર માંથી શ્વાસ છુટી ગયા પછી કોઈ કોઈની રાહ જોતું નથી
✒સંબંધ એટલે...
સારા સમયમાં જળવાય..,ખરાબ સમયમાં ઓળખાય..!👈🏻
✒હાલ પૂછવાથી કોઈ સારું નથી થઈ જતું પણ..❤ એક આશા મળે છે કે દુનિયાની ભીડમાં પણ કોઈ આપણું છે...😎
0 Comments
Thank you