Salu mari dikari to moti thai gai

 સાલુ મારી દિકરી તો મોટી થઈ ગઈ.....

Salu mari dikari to moti thai gai....




મારા મોટા હાથોમાં તારી હથેળી હવે અડધી થઈ ગઈ,

જોતજોતામાં મારી દિકરી 3 વર્ષ ની થઈ ગઈ!!


તોતડું બોલતી તારી ભાષા, આજે વાર્તા કેહતી અને બનાવતી થઈ ગઈ,

કાલની મારી નાનકડી પુમડી આજે મારી સ્ટ્રોન્ગ સૂપરબેબી થઈ ગઈ!!



જેને હું ઉંચકી ઉંચકીને ચાલતી એ આજે ફાસમફાસ દોડતી થઈ ગઈ,

મને રડતી જોઇને મારા ખોળામાં બેસીને વ્હાલ કરે એવી સમજણી સખી થઈ ગઈ!!


લોકો કહે છે તુ છે મીની મી, અને એ વાતનો છે મને ગર્વ,

માત્ર દેખાવમાં જ નહી પણ સ્વભાવમાં પણ જાણે દરેક દિવસ એક પર્વ!!



સવારે સૂરજદાદા આયાથી માંડીને રાતની ચંદનીયા લોરી,

વિચારુ તો લાગે તારા વગર ની જિંદગી કેવી નીરસ અને કોરી!!


મેં રાખી થોડી દરકાર,તે મને સામે આપ્યું અઢળક અખુટ અપા‌ર;

તારી આંખોમાં મારા માટેનો પ્રેમ,દર વખતે હ્દય ચુકે એક ધબકાર!!


થોડુક શીખવામાં અને થોડુક શીખવાડવામાં સમય ની ધારા ક્યાં વહી ગયી,

જોતજોતામાં તુ જ મારી જીંદગી અને એની મીઠ્ઠી મઠ્ઠી ચાસણી થઇ ગઈ!!


daughter birthday wish daughter quotes daughter day 2021 daughter and father quotes daughter meaning in gujarati daughter meaning daughter day daughter in law meaning in gujarati


Post a Comment

0 Comments

Close Menu