Sharad Purnima Tithi And Shubh Muhurat શરદ પૂનમ દિવશે વ્રત કરવાથી ઘરમાં ક્યારેય નહીં થાય ધનની કમી

દર મહિનાની પૂનમની તિથિને શુભ જ માનવામાં આવે છે. પરંતુ આસો મહિનાના શુક્લ પક્ષની પૂનમનું ખાસ મહત્વ છે.


 

શરદ પૂર્ણિમા એટલે શું ?

વિક્રમ સંવત નાં આસો સુદ પૂનમને શરદ પૂર્ણિમા અથવા શરદ પૂનમ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ચંદ્ર પુર્ણકળાએ ખીલેલ હોય છે. જે એક માણવાલાયક ક્ષણ હોય છે. આ દિવસે અનેક જગ્યાઓએ શરદોત્સવ મનાવવામાં આવે છે. જેમાં ચોખાના પૌવા, સાકરને દૂધ સાથે આરોગવાનો રીવાજ છે. તેમ જ ચંદ્રના અજવાળામાં મોડી રાત સુધી રાસ લેવામાં આવે છે. 





  • આસો મહિનાની પૂનમે આવે છે શરદ પૂનમ 
  • જાણો તિથિ અને શુભ મુહૂર્ત 
  • શરદ પૂનમના દિવસે શું કરશો? 

આસો મહિનાના શુક્લ પક્ષની પૂનમને શરદ પૂનમ કહે છે. જ્યોતિષ અનુસાર આ રાતે ચંદ્ર સોળ કળાઓથી પરિપૂર્ણ થાય છે. ચંદ્રમાંથી નિકળતા કિરણો અમૃત સમાન માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે શરદ પૂનમની રાતે આકાશમાંથી અમૃત વરસે છે.  આ વર્ષે આ પૂનમ 19 ઓક્ટોબર 2021ના દિવસે મંગળવારે આવે છે. 

શરદ પૂમન પર મંદિરોમાં ખાસ પૂજાનું આયોજન કરવામાં આવે છે. શરદ પૂનમનો દિવસ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ રાતમાં માતા લક્ષ્મી ભ્રમણ કરવા માટે નિકળે છે. આ રાતે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે. માટે ચંદ્રનો પ્રકાશ પૃછ્વીને પોતાના આગોશમાં લઈ લે છે. 




શરદ પૂનમના દિવસે શું કરશો?
શરદ પૂનમના દિવસે સવારે ઉઠીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ અને પવિત્ર નદી, જળાશય અથવા કુંડમાં સ્નાન કરવું જોઈએ. ત્યાર બાદ આરાધ્ય દેવને સુંદર વસ્ત્ર, આભૂષણ પહેરાવવા જોઈએ. આવાહન, આસન, આચમન, વસ્ત્ર, ગંધ, અક્ષત, પુષ્પ, ધૂપ, દીપ, નિવેદ, તાંબૂલ, સોપારી અને દક્ષિણા આપી પૂજા કરો. 

રાત્રિના સમયે ગાયના દૂધથી બનેલી ખીરમાં ઘી અને ખાંડ મિક્ષ કરી અડધી રાત્રે ભગવાનને ભોગ લગાવો. રાત્રમાં ચંદ્રમાના આકાશના મધ્યમાં સ્થિત હોવા પર ચંદ્ર દેવની પૂજા કરો તથા ખીરનું નિવેદ અર્યણ કરો. રાતે ખૂરથી ભરેલું વાસણ ચંદ્રની રોશનીમાં મુકીને બીજા દિવસે તેને ગ્રહણ કરો અને બધાને પ્રસાદ આપો. 


શરદ પૂનમની તિથિ અને શુભ મુહૂર્ત  (Sharad Purnima Tithi And Shubh Muhurat)



શરદ પૂનમનું શુભ મુહૂર્ત 19 ઓક્ટોબર 2021એ સાંજે 7 વાગ્યાથી 20 ઓક્ટોબર 2021એ રાતે 8: 20 સુધી છે. 


શરદ પૂનમ પર શું રાખશો સાવધાની
આ દિવસે ફક્ત જળ અને ફળ ખાઈને ઉપવાસ કરવાનો પ્રયત્ન કરો. ઉપવાસ ન કરો તો આ દિવસે સાત્વિક ભોજન કરો તે વધારે સારૂ રહેશે. શરીર શુદ્ધ અને ખાલી રહેવાના કારણે તમે વધારે સારી રીતે અમૃતની પ્રાપ્તિ કરી શકશો. તેના માટે કાળા રંગનો પ્રયોગ ન કરો. ચમકદાર સફેદ રંગના વસ્ત્ર ધારણ કરો તો વધારે સારૂ રહેશે. 

 
આ મંત્રોના જાપથી થશે માતા લક્ષ્મીની કૃપા, જાણો ખાસ ઉપાયો 
આસો સુદ પુનમ એટલે કે શરદ પૂર્ણિમા. વર્ષમાં દરેક માસે આવતી પૂનમે ચંદ્ર પૂર્ણ કળાએ ખીલી ઉઠે છે પરંતુ શરદ પૂનમની રાત્રિનું સૌંદર્ય કંઇક અલગ જ હોય છે.આ દિવસે ચંદ્રની સાથે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખાસ મંત્ર જાપ અને ઉપાયો પણ કરવામાં આવે છે. તો જાણો કયા મંત્ર અને ઉપાયોથી તમારી આર્થિક સ્થિતિ સુધરી શકે છે.
 
  •     શરદ પૂનમની રાતે કરો આ મંત્ર જાપ
  •      દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ખાસ છે આ ઉપાય  
 આ ખાસ ઉપાયો  માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીને સફેદ રંગની કોડીઓ ખૂબ પ્રિય છે. શરદ પૂનમના દિવસે સાંજે માતા લક્ષ્મીની પૂજામાં કોડીઓ રાખો. ઓછામાં ઓછી 5 કોડીઓ પૂજા ઘરમાં રાખવાથી માતા પ્રસન્ન થાય છે. પૂજા પત્યા બાદ તેને લાલ કપડાંમાં પોટલી બનાવીને કબાટમાં રાખો. તેનાથી ઘરમાં રૂપિયા વધશે.

માતા લક્ષ્મીની પૂજા કરો અને સફેદ મીઠાઈ કે કેસરની ખીરનો ભોગ ચઢાવો. સંધ્યા સમયે લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના પૂજન એક સાથે કરો. તેનાથી માતા લક્ષ્મીની સાથે શ્રી હરિની કૃપા પણ મળશે અને ઘરમાં સંપન્નતા વધશે. 
 

 
  જાણો કયા મંત્ર જાપથી મળશે વધુ સફળતા 
 
 આ દિવસે ચંદ્રને પ્રસન્ન કરવાના પ્રયાસ કરવામાં આવે છે. કુંડળીમાં ચંદ્રની સ્થિતિ મજબૂત કરવી હોય અથવા મનને સ્થિર બનાવવું હોય. આ ચંદ્ર મંત્ર મનની શાંતિ અને શીતળતા સાથે અપાર ધન, ધાન્ય, સંપત્તિ અને ઐશ્વર્ય આપે છે. આ શરદ પૂનમની રાત્રે આ 5 વિશેષ મંત્રોથી ચંદ્ર દેવની કૃપા મળે છે.

  • ॐ चं चंद्रमस्यै नम: 

  • दधिशंखतुषाराभं क्षीरोदार्णव सम्भवम । नमामि शशिनं सोमं शंभोर्मुकुट भूषणं ।।

 

  • ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:।।

 

  • ॐ ऐं क्लीं सोमाय नम:।  

 

  • ॐ भूर्भुव: स्व: अमृतांगाय विद्महे कलारूपाय धीमहि तन्नो सोमो प्रचोदयात्।

Post a Comment

0 Comments

Close Menu