✒ જેમણે તમારી મહેનત જોઇ  છે.,  એજ  તમારી સફળતા ની  કિંમત જાણે છે.
બીજા નાં માટે તો તમે માત્ર નસીબદાર માણસ જ છો.
         
✒ મશહૂર થઈને ઓળખ   ઊભી કરવાનો
શોખ મને ક્યાં છે,મને તો મારા નજીકના લોકો
સારી રીતે ઓળખે એજ ઘણું છે!

 ✒ ```ચાલો તો એવી રીતે ચાલો કે તમે એક રાજા હોવ..```
```નહિ તો એવી રીતે ચાલો કે શું ફર્ક પડે કોઈપણ રાજા હોય...```

✒ પુસ્તક રોજ નથી લખાતા,
છાપા રોજ છપાય છે, સાહેબ...
એટલે જ એક કબાટમાં સચવાય છે અને બીજુ પસ્તીમાં વેચાય છે...!

✒ જેના હદયમાં કોઈનું
સારું કરવાનો ભાવ હોય છે ને....
ઈશ્વર તેના જીવનમાં કોઈ વસ્તુનો અભાવ નથી રહેવા દેતા...
 
✒  સમય બહેરો હોય છે,કોઈનું નથી સાંભળતો પણ
  એ આંધળો નથી હોતો નજર બધા પર રાખે છે.


 ✒ ઘણીવાર જિંદગી માં એવા દીવા પણ દઝાડતા હોય છે,
જેને આપણે જ પવનથી ઓલવાતા બચાવ્યા હોય છે...


✒જ્યારે ઈશ્વર તમને મુશ્કેલી ની ટોચ પર થી ધક્કો મારે ત્યારે એના પર એટલો વિશ્વાસ રાખજો કે કાં તો તે તમને પડતા ઝીલી લેશે અને કાં તો તમને ઉડતા શીખવી દેશે.