✒જે લોકો તમારી ઈર્ષા કરતા હોય તેવા લોકો ને નફરત નહીં કરતા,કેમ કે તે લોકો એ સ્વીકારી લીધું છે કે તમે તેના થી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો...





✒ હક વગર નું લેવાનું મન થાય છે, ત્યારે મહાભારત નું સર્જન થાય છે. પરંતુ હક નું હોય છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણ નું સર્જન થાય છે." ઓછું" સમજશો તો ચાલશે.....પણ......."ઉંધું" સમજશો તો નહીં ચાલે.....ધારી લઈએ એ કરતાં પુછી લઇએ તો સંબંધ વધારે ટકે.....!




✒જીવનમાં બે વાત શીખી લ્યો એક માફ કરવાનું અને બીજું શાંત રહેવાનુતમે એવી તાકાત બની જશો કે પહાડ પણ તમને રસ્તો આપી દેશે….



✒પોતાની જાત પર વિશ્વાસ રાખો સાહેબ...એક દિવસ એવો પણ આવશે જ્યારે ઘડિયાળ બીજાની હશે...પણ સમય આપણો હશે....||

✒રાત્રે ફૂલની કળી ને પણ ક્યાં ખબર હોય છે કે સવારે મંદિરમાં જવાનું છે કે કબર પર...એટલે જિંદગી જેટલી પણ જીવો મોજથી જીવો...

✒સમય ,દોસ્ત અને પરિવાર એવી વસ્તુ છે કે જે મફત માં મળે છે પણ એની કિંમત ત્યારે ખબર પડે છે જ્યારે તે ક્યાંક ખોવાય જાય છે.....

✒જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ સફળ માણસની નિશાની છે.પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે.....✍🏻

✒ દેહ દાન કરનાર એક વ્યક્તિના સુંદર વિચાર...." મારી ચિતા પર રાખવા કોઈ ઝાડ તોડશો નહીં..આવતો જન્મ જો પક્ષીનો મળ્યો તો હું મારો માળો ક્યાં બાંધીશ......?"

✒સમય સમયની વાત છે સાહેબ, ક્યારેક ઘરે પડ્યા રહેવાવાળાને, નકામા કહેવામાં આવતા, અને આજે સમજદાર કહેવામાં આવે છે,

✒ જ્યારે શત્રુ અદ્રશ્ય હોય ત્યારે સંતાય જવામાં મજા છે...
- ચાણક્ય

✒કેવી રીતે વાત કરવી એના કોઈ ક્લાસ નથી હોતા.
પણ તમે જે રીતે વાત કરો તેના પરથી તમારો ‘ક્લાસ’ નક્કી થતો હોય છે....

✒તળાવ એકજ હોઈ છે...જેમાં હંસ મોતી શોધે છે અને બગલો માછલી શોધે છે...ફક્ત, વિચાર વિચારમાં ફરક છે...તમારા વિચાર જ છે જે તમને આગળ લઈ જાય છે...


✒ બહુ ખાસ હોય છે એ લોકો, જેની પાસે સમય ના હોવા છતાં થોડોક સમય આપણને આપે છે !!


✒જેની કલ્પના ઉંચી હોયને સાહેબ એ કયારેય નીચી જીંદગી જીવી જ ના શકે..."નામ અને ઓળખાણ ભલે નાની હોય પણ આપણી પોતાની હોવી જોઈએ."મોઢા ઉપર કહેનાર મળે તો નસીબદાર છો તમે બાકી પાછળ બોલનારની તો લાઈનો લાગેલી છે....





✒સાચો સંબંધ એક પુસ્તક જેવો હોય છે,
પુસ્તક ગમે તેટલું જુનું થઇ જાય તે ક્યારેય પોતાના શબ્દો નથી બદલતું સાહેબ !!
✒આ નાનકડી જિંદગીમાં એક વાત હંમેશા યાદ રખાય, વેવાર બધા સાથે રખાય પણ વિશ્વાસ કોઈ પર ના રખાય !!*

✒બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે ન આપે સુખ તો ભગવાન પણ ખરાબ લાગે છે !!
✒વાહ રે સમય પૈસા પાછળ બધું જ નેવે મૂકી ભાગતી દુનિયા
આજે પોતાનો જીવ બચાવવા પૈસા ને અડતા પણ ડરે છે


✒ લોકો કહે છે પુનમ અજવાળી છે અને અમાસ કાળી છે.......
છતા પુનમે હોળી છે, અને અમાસે દીવાળી છે....
જીવન કિસ્મત થી ચાલે છે સાહેબ ,એકલા મગજ થી ચાલતુ હોત તો અકબર ની જગ્યાએ બીરબલ રાજા હોત......