✒ સવારનો ધુમ્મસ પણ એ
શીખવાડે છે કે, બહુ આગળનું જોવું નક્કામું છે.

ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તા આપોઆપ
ખુલ્લા થઇજશે.


✒ જીંદગી એક એવી કવિતા છે સાહેબ....
જેને લખ્યા પછી ભુંસવા માટે રબ્બરનાં બદલે પોતાની જાત ને ઘસવી પડે છે.



✒ જયારે પણ કોઇને હસતા જોવ છું ત્યારે વિશ્વાસ આવી જાય કે..

ખુશી ખાલી પૈસાથી જ નથી મળતી જેનું મન મસ્ત છે અેની પાસે બઘું જ છે



✒ કેવી રીતે સાબિત કરવું કે આપણે સાચા છીએ
લાગણીઓ કોઈને સમજાતી નથી..

અને એક્ટીંગ આપણને આવડતી નથી..


✒ મહેલો ની જરૂર હોય છે માત્ર રહેવા માટે
બાકી વસી જવા માટે કોઈના ખોબા જેવડા દિલ નો એકાદ ખુણો જ કાફી છે.




✒ સેલોટેપ હોય કે સંબંધ...

કશાનો પણ છેડો એવી રીતે ના છોડી દેવો કે ફરી તેને શોધવા ખોતરવુ પડે...



✒ "સમય અને શક્તિ"
કોઇ દિવસ એવા વ્યક્તિ પાછળ બરબાદ નાં કરવા
કે જેને ગમે તેટલું કરવા છતા
તમારા કરતાં બિજા જ સારા લાગે...


✒ જીવન મા બીજા કરતા મોડી સફળતા મળે તો નિરાસ ના થતા,
કેમકે મકાન કરતા મહેલ ચણવામાં વાર લાગે છે.


✒ દુનિયા માટે તમે એક વ્યક્તિ છો

પણ તમારા પરિવાર માટે તમે એક દુનિયા છો..

ઘરે રહો સુરક્ષિત રહો....



✒ સંબંધ હોય કે બરફ બંનેને બનાવવા અને
ટકાવવા માટે ઠંડક બનાવી
રાખવી ખુબજ જરૂરી છે