સંબંધ નિભાવવો જ હોય તો કોઈના દુઃખના ભાગીદાર બનજો સાહેબ, જાહોજલાલી જોઇને તો અજાણ્યા પણ ઓળખાણ કાઢવા લાગે છે!!
જો તમારા મીઠા બે શબ્દથી.... કોઈને સો ગ્રામ લોહી ચડતું હોય તો એ રક્તદાન બરાબર જ છે... હસતાં રહો હસાવતાં રહો પ્રોત્સાહન આપી ઉત્સાહ વધારતા રહો.
અરમાન થોડા ઓછા કરીએ તો.... જીવનમાં ક્યારેય સ્વામાન વેચવાની જરૂર ના પડે...
પાણી પોતાનું સંપૂર્ણ જીવન આપીને વૃક્ષ ને ઉછેરે છે. એટલે જ કદાચ પાણી ક્યારેય લાકડા ને ડૂબવા દેતું નથી..!!! મા બાપ નું પણ કાંઈક આવું જ છે.
સારી વ્યક્તિ પસંદ નહી કરો તો ચાલસે પરંતુ એવી વ્યક્તિપસંદ કરો જે તમને વધુ સારી વ્યક્તિ બનાવે
માન વગરની હાજરી કરતાં, યાદ આવે એવી ગેરહાજરી વઘુ સારી
આવતીકાલ ક્યારેય આવતી નથી, એ જ્યારે પણ આવે છે, આજ બનીને આવે છે. માટે આવતીકાલ માટે કંઈ પણ સારું કરવાની ઇચ્છા હોય એની શરૂઆત આજ થી કરજો...
તસવીરમાં નહીં. પણ, તકલીફમાં સાથે દેખાય તે આપણા..
વાત પ્રેમ અને લાગણીની હોય છે.... બાકી સાહેબ....મેસેજ તો કંપની વાળા પણ કરે છે...
༺꧁G✿✿d ๓✿rǸÏǸG ꧂༻
0 Comments
Thank you