બે શબ્દો ની સમઝવા જેવી વાત
મુખ અને સુખ
- અરીસામાં મુખ અને સંસારમાં સુખ હોતુ નથી બસ દેખાય છે.
ગાંઠ અને રસ
- શેરડી માં જ્યાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો અને જ્યાં રસ હોય છે ત્યાં ગાંઠ નથી હોતી, જીવનમાં પણ કંઈક આવું જ છે.
પહેલા અને પછી
- બોલતા પહેલાં અક્ષર આપણો ગુલામ અને બોલ્યાં પછી આપણે અક્ષર ના ગુલામ.
જ્ઞાન અને અભિમાન
- આ સંસારમાં દરેક વ્યક્તિ ને પોતાના જ્ઞાન નુ અભિમાન છે, પરંતુ કોઈ ને પોતાના અભિમાન નું જ્ઞાન નથી.
ઈર્ષ્યા અને સંસ્કાર
- હુ બીજા થી સારૂ કરૂ એ ઈર્ષ્યા અને હું બીજા નુ સારૂ કરૂ એ સંસ્કાર.
બાંધવા અને સાચવવા
- સંબંધો ને બાંધવા ખૂબ જ સહેલા છે, પણ આ સંબંધો ને સાચવવા જ અધરા પડે છે.
પારખવુ અને સમજવુ
- પારખવા ની કોશિશ ધણી બધી કરી બધાએ, અફસોસ સમજવા ની કોશિશ કોઈ એ ના કરી.
અડવુ અને નડવુ
- કોઈ ને અડવુ નહીં એ આપણે શીખી ગયા, પણ કોઈ ને નડવુ નહી એ ના શીખ્યા.
સંગત અને અંગત
- સુખ વહેંચવા સંગત જોઈએ, દુઃખ વહેંચવા અંગત જોઈએ.
હસાવે અને રડાવે
- જીંદગી હસાવે ત્યારે સમજવુ કે સારા કર્મ નુ ફળ મળ્યું છે, જીંદગી રડાવે ત્યારે સમજવુ કે સારા કર્મ કરવાનો સમય આવ્યો છે.
0 Comments
Thank you